..

..
We believe, There is no situation which can not be improved..

Practice

અંગ્રેજી શીખવાની યાત્રામાં Used to વિષે શીખીશું.

Uses of ‘‘Used to’’ ‘‘યુઝડ્ ટુ’’ નો ઉપયોગ ...     
  • Used to એક પ્રકારનું સહાયકારક ક્રિયાપદ છે.
  • ભૂતકાળમાં સમયના એક તબક્કે થતી કોઇ ક્રિયા કે કાર્ય,
  • કે જે તે ટેવ સ્વરૂપે કે રીતિ-રીવાજ મુજબ થતું હોય,
  • પણ ભૂતકાળમાં ટેવ કે રીવાજ મુજબ બનતી આવેલી તે ઘટના કે ક્રિયા હવે વર્તમાનમાં થતી ન હોય,
  • તો તેનો નિર્દેશ કરવા માટે Used to નો ઉપયોગ કરવામાં આવે છે.
     
    વાક્યો
  • 1)   We used to take long vacation trips with the whole family.
  • અમે આખા કુટંબ સાથે વેકેશનના લાંબા પ્રવાસો કરતા. (... પ્રવાસો કરવા ટેવાયેલા હતા. )
  • 2)   We used to vbiew Raj Kapoor's movies with all the friends during summer vacation in school days.
  • સ્કુલના દિવસોમાં ઉનાળાના વેકેશનમાં બધા મિત્રો સાથે અમે રાજકપુરની ફિલ્મો જોતાં (જોવા ટેવયેલા હતા.)
Ø બોલ-ચાલની અંગ્રેજીમાં Used to નો ઉચ્ચાર કરતી વખતે Used  માં છેડે આવેલ “-ed” નો ઉચ્ચાર કરવામાં આવતો નથી.
Ø તેથી Used to ના સ્પેલીંગ બાબતે કેટલાકને મુશ્કેલી અનુભવાતી હોય છે.
Ø બોલ-ચાલમાં “We yoostoo view Raj kapoors’s movies…..” એવું બોલવામાં આવે તે બરાબર છે પરંતુ લખતી વખતે “-ed” ને છોડી દઇ શકાય નહીં.
Ø આપણે જોયું કે, Used to પોતે એક પ્રકારનું સહાયકારક ક્રિયાપદ છે.
Ø જ્યારે Used to ને d0 જેવા બીજા સહાયકારક ક્રિયાપદના ભૂતકાળના રૂપ did સાથે ઉપયોગમાં લેવામાં આવે તો, d0 નું did કરીને ભૂતકાળની અસર આપી દેવામાં આવી હોવાથી ફરીથી બીજા સહાયકારક ક્રિયાપદ used to ઉપર ભૂતકાળની અસર આપવાની હોતી નથી અને ત્યારે used to નહીં પણ use to નો ઉપોગ કરવામાં આવે છે. – આ એક અપવાદ છે.
Ø આવું નકાર અને પ્રશ્નાર્થ વખતે બને.
        3)   It didn't use to be that way.
એમાં એવું બનતું ન હતું એમાં એ રીતે ન્હોતું થતું.
4)   Didn't you use to go jogging every morning before breakfast?
તમે રોજ સવારે નાસ્તો કર્યા પહેલા જોગીંગ કરવા ન્હોતા જતા ? (...જોગીંગમાં જવાની ટેવ ન હતી?)
5)   It didn’t use to be so crowded in the shops as it is nowadays.
અત્યારે દુકાનોમાં જોવામાં આવે છે તેવી ભીડ અગાઉ જોવામાં આવતી ન હતી.
6)   I didn’t use to like tea without sugar when I was younger, but I love it now.
નાનો હતો ત્યારે ખાંડ વગરની ચ્હા ન્હોતી ભાવતી પરંતુ હવે મને તે ગમે છે. 
7)   She used not to live as poorly as she does now.
તેણી અત્યારે ગરીબાઇમાં જીવે છે તેવી રીતે જીવવા ટેવાયેલી ન હતી.
8)      I think we met once, a couple of years ago. Did you use to work with Kevin Harris?
મને લાગે છે બે-એક વર્ષ પહેલાં આપણે એકાદ વાર મળેલા છીએ. તમે કેવીન હેરીસમાં નોકરી કરતા હતા ?
9)   Didn’t she used to live in the same street as us? 
આપણે માનસિક તાણમાં રહીએ છીએ તેવી તાણમાં શું તેણી રહેવા ટેવાયેલી નથી?
10)   We never used to mix very much with the neighbours, but we did use to say hello to them in the street.
પડોશીઓ સાથે બહુ ભળવા માટે અમે ટેવાયેલા ન હતા, પરંતુ શેરીમાં મળી જાય તો કેમ છો કહેવા તો ટેવાયેલા હતા.
11)   He used to be your boss, did he?
તે તમારા બોસ તરીકે હતો, ઠીક ને ?
12)       We used to love going to the museum, didn’t we?
મ્યુઝીયમની મુલાકાતે જવાનું અમને ગમતું, શું ન્હોતું ગમતુ

ભૂતકાળની ટેવ બાબતે
used to કે would બંનેનો ઉપયોગ કરી શકાય. જ્યારે બંનેનો એક સાથે ઉપયોગ કરીએ ત્યારે, સામાન્યપણે used to પહેલાં આવે – કારણ કે, જે તે વખતની પરિસ્થિતીની માહિતી આપવામાં આવી રહી હોય છે.  
·       When we were kids, we used to invent amazing games. We would imagine we were the government and we would make crazy laws that everyone had to obey.
·        અમે સાવ નાના હતા ત્યારે અમે અદભૂત રમતો શોધી કાઢતા (...રમતો શોધવા ટેવાયેલા હતા). અમે જ સરકાર હોઇએ એમ ક્રેઝી નિયમો બનાવતા જે બધાએ પાળવાના રહેતા.
Used to or would?
would ના બદલે Used to નો ઉપયોગ કરવાથી સાચી અને યોગ્ય રીતે કહી શકાય.

·                  અમે નડિયાદમાં રહેતા હતા. 
·         સાચુઃ- We used to live in Nadiyad.
·         ખોટુ: We would live in Nadiyad.
·         ‘ધી ટાઉનહાઉસ’ પહેલાં એક ગ્રીક રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગમાં લેવાતું, અત્યારે તે ઇટાલીયન છે.
·         સાચુઃ- ‘The Townhouse’ used to be a Greek restaurant. It’s Italian now.
·         ખોટુ- ‘The Townhouse’ would be a Greek restaurant …
Used to or be used to?
Ø Used to એક પ્રકારનું સહાયકારક ક્રિયાપદ છે.
Ø  ભૂતકાળમાં સમયના એક તબક્કે થતી કોઇ ક્રિયા કે કાર્ય,
Ø  કે જે તે ટેવ સ્વરૂપે કે રીતિ-રીવાજ મુજબ થતું હોય,
Ø  પણ ભૂતકાળમાં ટેવ કે રીવાજ મુજબ બનતી આવેલી તે ઘટના કે ક્રિયા હવે વર્તમાનમાં થતી ન હોય,
Ø  તો તેનો નિર્દેશ કરવા માટે Used to નો ઉપયોગ કરવામાં આવે છે.

·         She used to sing in a choir, but she gave it up. (She sang, but she doesn’t sing any more)
·         તેણી કોરસમાં ગાતી, પણ તેણીએ હવે તે છોડી દીધુ. ( તે ગાતી પણ હવે ગાતી નથી.)
Used to or be used to?
Be used એટલે અમુક કામ કરવાથી ટેવાયેલા હોવું અથવા અમુક પરિસ્થિતીથી ફેમીલીયર થયેલા હતા અવેવું દર્શાવવા વપરાય છે. જે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. આવી વાક્ય રચનામાં to be નું રૂપ, તેના પછી  used to, તેના પછી નામરૂપી શબ્દ સમૂહ (noun phrase) અથવા સર્વનામ (pronoun) અથવા -ing સાથેનું ક્રિયાપદનું રૂપ આવે છે. -ing સાથેનું ક્રિયાપદનું રૂપ ત્યારે ક્રિયાપદ (verb) નહીં પણ નામ (noun) બનેલું હોય છે.
·         યાદ રાખોઃ- ક્રિયાપદ ઉપરથી પણ નામ બને છે. તમે જાણો છો તેમ નામ (noun) વાક્યમાં શરૂઆતમાં કર્તા તરીકે આવે અને કર્મમાં આવે, એમ બે જગ્યાએ નામ (noun) આવે.   
·         Walking is good exercise.
·         ચાલવું તે સારી કસરત છે.
·          Making noise is a sign of bad manner.
·         અવાજ કરવો તે ખરાબ વર્તણૂંકની નીશાની છે.
·         Eating on and off in a hotel is not good for the health.
·         જ્યારે ને ત્યારે હોટલમાં ખાવું તે આરોગ્ય માટે સારૂ નથી.
હવે આપણે વાક્ય રચનાઓ જોઇએ કે જેમાં to be નું રૂપ, તેના પછી  used to, તેના પછી નામરૂપી શબ્દ સમૂહ (noun phrase) અથવા સર્વનામ (pronoun) અથવા -ing સાથેનું ક્રિયાપદનું રૂપ આવેલું હોય.
·         I work in a hospital, so I’m used to long hours. (I am accustomed to/familiar with long hours.)
·         હું હોસ્પિટલમાં કામ કરૂ છુ, તેથી હું વધારે કલાકો માટે ટેવાયેલો છુ. (વધારે કલાકો સુધી કામ કરવાની મને ફાવટ છે)
·         She lives in a very small village and hates traffic. She’s not used to it.
·         તેણી એકદમ નાના ગામડામાં રહે છે અને તેમને ટ્રાફીકની અકળામણ છે. તેણી એ રીતે ટેવાયેલા નથી.
·         He was a salesman, so he was used to travelling up and down the country. (He was accustomed to/was familiar with travelling.)
·         તે સેલ્સમેન હતા, તેથી આખા દેશમાં આખા દેશમાં અપ-ડાઉન કરીને મુસાફરીથી ટેવાયેલા હતા.(....મુસાફરી કરતા.)
તમે અમુક કામ કરવા ટેવાઇ જશો, અથવા ટેવાઇ જાવ, એવું કેહવા માટે પ used to નો ઉપયોગ કરવામાં આવે છે.
·         University is very different from school, but don’t worry. You’ll soon get used to it. (or, more formally, You’ll soon become used to it.)
·         યુનિવર્સિટિ એ સ્કુલ કરતાં જરા જુદી બાબત છે, પરંતુ ચિંતા કરશો નહીં. બહુ ઝડપથી એ બધાથી પરિચિત થઇ જશો. (...એ બધાથી ટેવાઇ જશો.)
v  Used to નો ભરપૂર ઉપોયોગ શીખ્યા છીએ.
v   હવે તેને વ્યવહારમાં બોલવામાં કે લખવામાં તેને ઉપયોગમાં લાવતા શીખો.
v  અલબત્ત, કેટલુંક પાયાનું જ્ઞાન તે માટે અનિવાર્ય છે.
v  જેમ કેઃ- અંગ્રેજી ભાષાની વાક્યરચના સમજવા માટે
o    કર્તા,
o    ક્રિયાપદ,
o    કર્મ,
o    વિશેષણ,
o    બારે બાર કાળ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે,
o    કાળના નિયમો સાવ જ સ્વાભાવિકતાથી મનમાં ઉતરી ગયેલા હોય કે જેથી વાક્ય જોતાની સાથે જ જે તે કાળની ખબર પડી જાય, આવડી ગયેલા હોય તે પણ જરૂરી છે. (જે તમે શીખેલા જ છો)
આવું પાયાનું (Basic) જ્ઞાન પ્રાથમિક નહીં (not primary), તે પણ દૃઢ થયેલું હોવું અનિવાર્ય રીતે જરૂરી છે.

No comments:

Post a Comment